અમદાવાદમાં સાકાર સ્કુલ દ્વારા 741 વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી વસુલાતા DEOની નોટિસ
અમદાવાદમાં અવારનવાર ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી કોઈને કોઈ સ્વરુપે પૈસા એંઠવાના

અમદાવાદમાં અવારનવાર ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી કોઈને કોઈ સ્વરુપે પૈસા એંઠવાના સમાચાર આવતા હોય છે. હજુ થોડા સમય પહેલાં જ અમદાવાદની રાજસ્થાન સ્કુલ દ્વારા શાળામાં AC લગાવવાને મામલે વાલીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો મામલો સામે આવ્યો હતો. જેમાં DEOઓ શાળાની નિંદા કરતા નોટિસ ફટકારી હતી, અને વસુલવામાં આવેલી રકમ વાલીઓને પરત કરવા આદેશ આપ્યો હતો. એવામાં ફરી ખાનગી શાળા દ્વારા બાળકોની ફીમાં મચાવેલી લૂંટના મામલે DEO નોટિસ ફટકારી છે, અને વધારે વસુલવામાં આવેલી ફી વાલીઓને પરત સોંપવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : શિક્ષણ વિભાગની વધુ એક બેદરકારી: રાજકોટમાં 120 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે માતાજીના મઢમાં
અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી સાકાર સ્કૂલને રૂ. 22 લાખથી વધુ ફી વાલીઓને પરત કરવા DEOએ આદેશ આપ્યો છે. જેમાં 741 વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 3 હજાર વધુ ફી વસુલવામાં આવી હતી. DEOની સુનાવણીમાં શાળા દ્વારા ફી પરત અથવા સરભર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. સાકાર સ્કૂલે 30,800ની જગ્યાએ 39,000 રૂપિયા ફી વસુલી હતી. જેથી FRCના ભંગ બદલ DEOએ શાળાને નોટીસ આપી હતી. વધારાની ફી વસુલવાને મામલે 10 જેટલા વાલીઓએ અમદાવાદ શહેર DEOને લેખિતમાં રજૂઆત કરી હતી.




