મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં બે આશાસ્પદ યુવક-યુવતીના અકાળે મોત

સમગ્ર રાજયમાં ભારે વરસાદ પડ્યો હતો. મેઘરાજાની હજુ વિદાય પણ નથી થઈ ત્યાં મચ્છરજન્

વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં બે આશાસ્પદ યુવક-યુવતીના અકાળે મોત

સમગ્ર રાજયમાં ભારે વરસાદ પડ્યો હતો. મેઘરાજાની હજુ વિદાય પણ નથી થઈ ત્યાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યુ છે. વલસાડમાં છેલ્લા થોડા દિવસોથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે ડેન્ગ્યુના કહેરમાં સપડાયેલા વલસાડના એક યુવક-યુવતીના મોત થયા છે. જેથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

28 કેસ પોઝિટિવ

વલસાડમાં ડેન્ગ્યુએ ભારે માથુ ઊંચકતા બે દિવસમાં જ બે વ્યક્તિના મોત નીપજ્યા છે. 29 વર્ષીય કમલેશ પાંડે અને 23 વર્ષીય યુવતીનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે. સારવાર દરમિયાન પ્લેટલેટ ઘટી જતા અને મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મોત થયા છે. હાલ જિલ્લામાં ડેન્ગ્યુના 28 કેસ પોઝિટિવ છે. 07 મલેરિયાના કેસ પોઝિટિવ આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યા પર સર્વેન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

603 ટીમ કામે લાગી

વલસાડમાં ડેન્ગ્યુ મેલેરિયાની સાથે ચિકનગુનિયાનો પણ 1 કેસ નોંધાયો છે. જેથી આરોગ્ય વિભાગની કુલ 603 ટીમ કામે લાગી છે. જિલ્લામાં કુલ 10,274 બ્રિડિંગ સ્થળ મળી આવ્યા છે. 469 લોકોને નોટિસ પણ ઇસ્યુ કરાઈ છે. સાથે જ હાલ વધતા રોગચાળા અને ડેન્ગ્યુના કારણે મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

આ સમાચાર શેર કરો