અમદાવાદની 'ખ્યાતિ'ના પડઘાં પડ્યાં સુરતમાં, હોસ્પિટલના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માગ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી, સુરત દ્વારા સરકારની

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી, સુરત દ્વારા સરકારની હોસ્પિટલને લગતી યોજનાઓને લઈને ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ઘણી બધી હોસ્પિટલો દ્વારા યોજનાઓની સાથે દર્દી પાસેથી ઉપરથી રૂપિયા પણ લેવામાં આવે છે. તેવા આક્ષેપ સાથેઆમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન આપ્યું હતું.
આ પણ વાંચોઃસુરતમાં પાલિકાના રેઢા રાજ! વરાછા ઝોનના કાર્યાપાલક ઈજનેર બાદ ઝોનલ ચીફ પણ રજા પર ઉતરી ગયાં
કાર્ડનો દૂરુપયોગ અટકવો જોઈએ
'આપ' દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યોજનાઓની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ. ઘણી બધી હોસ્પિટલમાં સરકારી યોજનાઓનું પેમેન્ટ રેગ્યુલર કરવામાં આવે છે. ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ લાંબા સમય સુધી આવતું નથી. તો આવું કેમ થાય છે, એની તપાસ થવી જોઈએ, સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે. તો યોજનાઓ થકી શા માટે ઓપરેશન કરવામાં આવે છે.
સરકારી હોસ્પિટલની સુવિધા વધવી જોઈએ
આ મુદ્દે 'આપ' સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇસ સંપૂર્ણ સુવિધા વાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ. જેમાં દરેક બીમારીનો મફત ઈલાજ થવો જોઈએ. સરકારી યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે. એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ.








