સુરતની સિવિલ હોસ્પિટલની 'બિમાર' બિલ્ડીંગને ખાલી કરવાની માગ, દર્દીઓના હિતમાં ધરણા-પ્રદર્શન
દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ સુરતની સિવિલ હોસ્પિટલ છે. અહીં દૂર દૂરથી લોકો સારવાર માટે આવે

દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ સુરતની સિવિલ હોસ્પિટલ છે. અહીં દૂર દૂરથી લોકો સારવાર માટે આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલની એક બિલ્ડીંગ વર્ષોથી જર્જરીત હાલતમાં છે. આ બિમાર બિલ્ડીંગને ખાલી કરવા માટે તંત્ર કશુ જ કરી રહી નથી. જેથી કાયદા કથા ટીમ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
દર્દીઓના જીવ મુશ્કેલીમાં
કાયદા કથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં એક દિવસીય ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ ખાલી કરવા માંગ કરવામાં આવી રહી છે. બિલ્ડીંગ જર્જરિત હોવાના કારણે લાખો ગરીબ વર્ગના લોકોના જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી છે.
રજૂઆત બાદ પણ ઉકેલ નહીં
સંજય ઈઝાવાએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષથી આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. ઓટી ચાલે છે. વોર્ડમાં દર્દીઓ દાખલ છે. પંખા પડે છે. પોપડા પડે છે. તેમ છતાં બંધ કરવામાં આવતી નથી. જેથી અમે 60 દિવસ સુધી રજૂઆતો કર્યા બાદ અમે ધરણાં પર બેઠા છીએ. કાયદા કથા ટીમ દ્વારા તાત્કાલિક માગ કરવામાં આવે છે કે આ બિલ્ડીંગને ખાલી કરી દેવી જોઈએ.






