KUTCH : ભુજથી રાજકોટ તેમજ ભુજ-મુંબઈ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન ચાલુ કરવાની માંગ
કચ્છ પ્રવાસન સ્થળ અને ઔદ્યોગિક રીતે જાણીતું બન્યું છે ત્યારે ભુજથી વધારે ટ્રેન ચાલુ કરવામ

કચ્છ પ્રવાસન સ્થળ અને ઔદ્યોગિક રીતે જાણીતું બન્યું છે ત્યારે ભુજથી વધારે ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભુજથી રાજકોટ તેમજ ભુજ-મુંબઈ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન ચાલુ કરવા માટે ભુજના નગરજનોએ માંગ કરી છે.
કચ્છથી વધારે ટ્રેન દોડાવવા માટે માંગ ઉઠી છે. ભુજ-અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ ચાલુ થયા બાદ ભુજથી રાજકોટ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન માટે માંગ ઉઠી છે. આ ટ્રેન ચાલુ થાય તો બે દાયકા પછી કચ્છ રેલવે માર્ગે રાજકોટ સાથે જોડાશે. ભુજથી હરિદ્વાર અને અયોધ્યાને જોડતી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રેન સેવા ચાલુ કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મોટા સિટી, ધાર્મિક સ્થળો કચ્છ સાથે જોડાઈ શકે તેમ છે. સાથે જ ગાંધીધામ રેલ્વે સ્ટેશન સુધી આવતી ટ્રેનોને ભુજ રેલ્વે સ્ટેશન સુધી લંબાવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભુજ રેલ્વે સ્ટેશન પર પીટલાઈન વધારવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી ગાંધીધામ સુધી આવતી ટ્રેન ભુજ સુધી લંબાવી શકાય. કચ્છમાં રેલ્વેની કનેક્ટીવીટી વધારવામાં આવેતો ઔધોગિક અને પ્રવાસન ક્ષેત્રે વધારે ફાયદો થઇ શકે તેમ છે.






