મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોડેલીના તરગોળ ગામની શાળાની તાળાબંધી, બાળમજૂરીના વિરોધમાં ગ્રામજનો આકરા પાણીએ..

બોડેલી તાલુકાના તરગોળ ગામે આવેલ શાળાના પટાંગણમાં પાવડા તગારા વડે માટે કામ કરી રહ્યા હતા. કે

બોડેલીના તરગોળ ગામની શાળાની તાળાબંધી, બાળમજૂરીના વિરોધમાં ગ્રામજનો આકરા પાણીએ..

બોડેલી તાલુકાના તરગોળ ગામે આવેલ શાળાના પટાંગણમાં પાવડા તગારા વડે માટે કામ કરી રહ્યા હતા. કેટલાક બાળકો ટાઇલ્સ ઉચકીને જતા હતા. એક બાળક સ્કૂલનું શૌચાલય સાફ કરતો હોવાનો વીડિયો ગામના જ એક શિક્ષકે ઉતારીને વાયરલ કરવામાં આવ્યો હતો. સ્કૂલમાં જ બાળકો મજૂરી જેવું કામ કરતા વીડિયો વાયરલ થયા હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય એક્શન ન લેવાતા ગામના વાલીઓએ ભેગા થઈ સ્કૂલ પર તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો. સ્કૂલ પર આવેલા તમામ બાળકોને પરત મોકલી દેવામા આવ્યા હતાં. બાદમાં સ્કૂલના ગેટ પર તાળું મારી દીધું હતું. સાથે વાલીઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જ્યાં સુધી સ્કૂલના આચાર્ય જશોદાબેનની અહીંથી બદલી કરી નહીં દેવામા આવે ત્યાં સુધી સ્કૂલ પર બાળકોને મોકલવામાં નહીં આવે. 

આ પણ વાંચોઃ ઉત્તરાયણમાં પ્રતિબંધિત ચીજોની લે-વેચથી સાવધાન, સુરતમાં ચાઈનીઝ તુક્કલ-દોરા વેચનાર બે ઝડપાયા

વાલીઓના ગંભીર આક્ષેપ

સરકાર દ્વારા લાખોનો ખર્ચ કરીને સુંદર મજાની શાળા બનાવવામા આવી છે. રમત ગમતનું મેદાન પણ છે. પણ બાળકોને શાળામાં શિક્ષણ ન મળે તો કોઈ મતલબ નહીં. ગામના વાલીઓ આક્ષેપ પણ કરી રહ્યા છે કે, બાળકોને શારૂ શિક્ષણ ન મળતું હોય અહીંથી અન્ય શાળામાં બાળકો દાખલ કરવામા આવ્યા છે. 

અધિકારીઓ દોડતા થયાં

શિક્ષણ વિભાગને સ્કૂલ પર તાળાબંધીની જાણ થતા જ શિક્ષક સંઘના પ્રમુખને શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા હતા.સ્કૂલના તાળા ખોલી દેવા માટે વાલીઓને સમજાવવાની કોશિશ પણ કરી પણ વાલીઓ એકના બે ન થયા વાલીઓએ એક જ માંગ કરી કે, આચાર્ય જશોદાબેન આ શાળામાં જોઈએ જ નહીં. જેથી વાલીઓના લેખિતમાં નિવેદન લેવામાં આવ્યા હતાં. તરગોળ શાળાના વાલીઓ આચાર્યની બદલીની માંગ કરી રહ્યા છે. સ્કૂલ પર તાળા માર્યા છે. ત્યારે શિક્ષણ વિભાગ આ મામલાને કેવી રીતે પૂર્ણ કરે છે તે તરફ ગામના સૌ વાલીઓની નજર છે.

આ સમાચાર શેર કરો