મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિલ્હીના ગવર્નર ખાસ મતદાન માટે આવ્યા ગુજરાત, લોકોને વોટ આપવાની કરી અપીલ

દિલ્હીના ગવર્નર વીકે સક્સેનાએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલમાં એક મત

દિલ્હીના ગવર્નર ખાસ મતદાન માટે આવ્યા ગુજરાત, લોકોને વોટ આપવાની કરી અપીલ

દિલ્હીના ગવર્નર વીકે સક્સેનાએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલમાં એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. દિલ્હીના ગવર્નર ખાસ મતદાન કરવા માટે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના ગવર્નરે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

દિલ્હીના ગવર્નરે શું કહ્યું?

અમદાવાદમાં મતદાન કર્યા બાદ દિલ્હીના ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું, "હું દિલ્હીથી અહીં મત આપવા માટે આવ્યો છું. દેશના અનેક ભાવમાં એક પર્વ જેવો માહોલ છે..વોટિંગ આપણો અધિકાર છે અને જ્યારે આપણે વોટ નથી આપતા તો તે સમયે એવા લોકો ચૂંટાઇને આવે છે જે દેશને નબળો પાડી શકે છે, માટે વધુમાં વધુ લોકોએ મતદાન કરવું જોઇએ."

આ સમાચાર શેર કરો