VIDEO: ડેડિયાપાડા વનકર્મી હુમલા કેસ: શકુંતલા વસાવાની અરજી પર હાઇકોર્ટે કરી પ્રાથમિક સુનાવણી
ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલા અને ખંડણી મામલે દોષિત ઠરેલા

ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલા અને ખંડણી મામલે દોષિત ઠરેલા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન તેમના સિનિયર એડવોકેટ આઈ. એચ. સૈયદે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સમગ્ર ફરિયાદ કે ચાર્જશીટમાં ધારાસભ્યના પત્ની વિરુદ્ધ કોઈ પણ ગંભીર બાબત સામે આવી નથી. એફઆઈઆરમાં માત્ર ગાળો બોલ્યા હોવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ મામલે પ્રાથમિક સુનાવણી પૂર્ણ કરી છે અને હવે આ કેસની વધુ સુનાવણી આગામી શુક્રવારે હાથ ધરવામાં આવશે.




