VIDEO: ડેડિયાપાડા કેસમાં શકુંતલા વસાવાની હાઇકોર્ટમાં અરજી
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પરિવાર હવે કાયદાકીય લડત માટે હાઇકોર્ટના શરણે પહોંચ્યો છે. વનકર


ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પરિવાર હવે કાયદાકીય લડત માટે હાઇકોર્ટના શરણે પહોંચ્યો છે. વનકર્મી પર હુમલો કરવા અને ખંડણી વસૂલવાના ગંભીર કેસમાં દોષિત જાહેર થયેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ જેલમુક્ત થવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી દાખલ કરી છે.ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતે આ મામલે શકુંતલા વસાવાને દોષિત ઠેરવી ૭ વર્ષની સખત સજા ફટકારી છે. આ સજા સામે રાહત મેળવવા અને વચગાળાના જામીન માટે હાઇકોર્ટ સમક્ષ દાદ માંગવામાં આવી છે. હાઇકોર્ટમાં દાખલ થયેલી આ સ્પેસિફિક અરજી પર આગામી દિવસોમાં સત્તાવાર સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર મંડાયેલી છે.




