VIDEO: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકના જરગામમાં એક માતાએ પોતાની સવા વર્ષની માસૂમ પુત્રી સાથે આપઘાત કર્યો
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકના જરગ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકના જરગામમાં એક માતાએ પોતાની સવા વર્ષની માસૂમ પુત્રી સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જસીલાબેન તડવી નામની ૨૪ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર જરગામ અને કુંડી આંબા ગામની સીમમાં નદી કિનારે ઝાડ સાથે પ્રથમ પોતાની 1 વર્ષ અને 3 માસની પુત્રી આરોહીને ફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ પોતે પણ તે જ ઝાડ પર સાડી વડે આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટના સંદર્ભે પોલીસે મૃતક માતા વિરુદ્ધ પોતાની જ પુત્રીની હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




