મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના જાનકી આશ્રમમાં યોજાયેલી બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓ પર આકરા પ્રહાર

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના જાનકી આશ્રમમાં

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના જાનકી આશ્રમમાં યોજાયેલી બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વિરોધ પક્ષ કરતાં પણ પાર્ટીના પોતાના લોકો વધુ નુકસાન કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે અમુક ભાજપ આગેવાનો દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા લોકો સાથે સંકળાયેલા છે અને તેમને મદદરૂપ થઈ રહ્યા છે. તમે સમાજના દુશ્મન છો,કહીને વસાવાએ પાર્ટીના આવા આગેવાનોની ટીકા કરી. આ ઘટનાથી સ્થાનિક ભાજપ વર્તુળમાં અટકળોએ જોર પકડ્યું છે.

આ સમાચાર શેર કરો