VIDEO: નર્મદા: ડેડિયાપાડા ચાર રસ્તા પર ટ્રકે કાર અને 8 બાઇકોને અડફેટે લીધી
નર્મદાના ડેડિયાપાડા ચાર રસ્તા પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાગબારા તરફથી આવી રહેલી ટ્રકે સ્ટ

નર્મદાના ડેડિયાપાડા ચાર રસ્તા પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાગબારા તરફથી આવી રહેલી ટ્રકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા કિનારે ઉભેલી મહારાષ્ટ્ર પાસિંગની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને નજીકમાં પાર્ક કરેલી આશરે 8 મોટરસાયકલો અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ડેડિયાપાડા પોલીસ સ્થળ પર પહોંચી ટ્રક ચાલકને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.




