અમદાવાદ મ્યુનિસિપલ હદ આસપાસના 10 કિ.મી.વિસ્તારના વાહનનો વ્હિકલ ટેક્સ વસૂલવા નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ હદ આસપાસ 10 કિલોમીટર વિસ્તારના વાહનનો વ્હીક

અમદાવાદ મ્યુનિસિપલ હદ આસપાસ 10 કિલોમીટર વિસ્તારના વાહનનો વ્હીકલ ટેક્સ વસૂલવા રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદ બહાર રહેતા હોય પરંતુ જેમના વાહન RTO સુભાષબ્રિજ કે વસ્ત્રાલમાં રજિસ્ટર્ડ થયા હોય તેવા વાહનનોને વ્હીકલ ટેક્સના દાયરામાં સમાવાશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદ માટે આ નિર્ણય લાગુ નહીં કરાય.
અમદાવાદ હદ વિસ્તારમાં વ્હીકલ ટેક્સ વસૂલાશે
રેવન્યુ કમિટીની બેઠક પછી ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ કહ્યું, એવુ ધ્યાનમાં આવ્યું છે કે, અમદાવાદ આસપાસ આવેલા કણભા, સુજાડ કે પછી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેવા કરદાતાઓ પાસેથી વ્હીકલ ટેક્સ વસૂલાતો નથી. આ પ્રકારના કરદાતાઓ મોટાભાગે અમદાવાદમાં જ કાર્યક્ષેત્ર ધરાવે છે જેથી RTO સુભાષબ્રિજ કે વસ્ત્રાલ ખાતે રજિસ્ટર્ડ થયેલા આવા વાહનોની એક યાદી મંગાવી જે કરદાતાઓએ વ્હીકલ ટેક્સ ભરપાઇ કર્યો ના હોય તેવા કરદાતાઓને વ્હીકલ ટેક્સ ભરપાઇ કરવા નોટિસ અપાશે.
અમદાવાદ બહાર રહેતા પરંતુ RTOમાં રજિસ્ટર્ડ વાહનોનો સમાવેશ કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરદાતાઓ તેમની જાતે ટેક્સ એસેસમેન્ટ કરી શકે એ માટે ઓનલાઇન મોડ્યુલ શરૂ કરી દેવાયુ છે. પ્રોપર્ટી ટેક્સની સ્વયં ગણતરી કરવાની સાથે તેના આધારે નવો ટેનામેન્ટ નંબર પણ કરદાતાઓ મેળવી શકશે. કોર્પોરેશને ટેક્સને લગતી વિવિધ પ્રકારની અરજીઓ ઓનલાઇન કરવાની સુવિધા અગાઉ ઉપલબ્ધ કરાવેલી છે.








