ડેથ ઝોન અગ્નિકાંડ: છૂટા પડી ગયેલા એ સાત પગ કોના? ઓળખ કરવામાં મૂંઝવણ
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં ફાયરબ્રિગેડ અને પોલીસને શરીરથી છૂટા

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં ફાયરબ્રિગેડ અને પોલીસને શરીરથી છૂટા પડી ગયેલા સાત પગ મળ્યા છે. આ પગ કોના એ મુદ્દે પોલીસ મૂંઝવણમાં છે. આ પગ ગેમઝોનમાં કામ કરતા બીજા રાજ્યોના યુવાનોના હોવાની શક્યતા છે.
ફાયરબ્રિગેડ અને પોલીસને શરીરથી છૂટા પડી ગયેલા સાત પગ મળ્યા
ડીએને મેચ કરવાની કામગીરી ગાંધીનગરની ન્યાયક સહાયક વિજ્ઞાનની કચેરીના ડીએના વિભાગામાં ચાલી રહી છે. આ કામગીરી કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે આવો ભયંકર અકસ્માત અને આ પ્રકારનાં ડીએનએ સેમ્પલ અમે જિંદીગીમાં કદી જોયા નથી.
ટાયરો પર માંસના લોચેલોચા ચોંટેલા
ગેમઝોનમાં ગો-કાર્ટ માટેના મેદાનમાં વચ્ચો વચ્ચ ટાયર ગોઠવાયેલાં હતા. આગની દુર્ઘટનાનો ભોગ બનેલાં લોકોનું માસ આગમાં ભૂંજાઈને કાળું પડી ગયું હતું. ટાયરો પર માંસના લોચેલોચા ચોંટેલા મળ્યા છે. આ માંસના લોચા એક જ વ્યક્તિના નથી પણ અલગ અલગ લોકોના છે.
ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાં તેમની ઓળખ થઈ
અગ્નિકાંડમાં 28ના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છએ. પોતાનાં સ્વજનો ગુમ થાયાં હોવાની ફરિયાદ નોંધાવનારા લોકોનાં ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાં તેમની ઓળખ થઈ ગઈ છે.






