રમતા-રમતા મળી મોત: અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત
અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં નહાવા પડ

અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં નહાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ઉનાળુ વેકેશનના સમયગાળામાં ત્રણેય બાળકો રમતા રમતા રિછડી તળાવમાં કાઠે પહોંચ્યા હતા. આ દરમિયાન માસૂમ બાળકોના તળાવમાં નહાવા પડતા ઉંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલે જાણ થતા આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી ત્રણેય ભૂલકાંઓના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત
મળતી માહિતી અનુસાર, અંબાજી પાસે રિછડી તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓ સહિત ત્રણ બાળકોના મોત થયા હતા. ચોંકાવનારી વાત એમ છે કે, ત્રણેય માસૂમ બાળકોની ઉંમર 10 વર્ષથી પણ ઓછી હોવાનું જાણવા મળ્યું છે.
બાળકોના કરૂણ મોતને પગલે પરિવારજનોમાં શોક છવાયો છે. જેમાં એક જ ઘરના બે સગા ભાઈના મૃત્યુ થતા માતા-પિતા સહિત પરિવારજનો હિબકે ચડ્યા છે. સમગ્ર ઘટના પાછળ સ્થાનિકોએ તળાવના વિકાસના કામો કરી રહેલા કોન્ટ્રાક્ટરની બેદરકારી આક્ષેપ કર્યો છે. બાળકો ડૂબવાની જાણ થતા તલાટી અને સ્થાનિક અગ્રણી એકઠા થઈ ગયા હતા.
મૃતકોના નામ
- સતુભાઈ રાઠોડ
- વિપુલભાઈ રાઠોડ
- બચુભાઈ તરાલ








