મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરના મોરવાડ નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો, આંકડો 6 પર પહોંચ્યો

રાજ્યમાં રવિવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ ને

સુરેન્દ્રનગરના મોરવાડ નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો, આંકડો 6 પર પહોંચ્યો

રાજ્યમાં રવિવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક એક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેમાં ત્રણની હાલત અત્યંત ગંભીર હતી જેમાં વધુ એકનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

ટ્રાવેલ્સ એક ડમ્પર પાછળ ધડાકાભેર ટક્કર થઈ હતી

રાજકોટથી અમદાવાદ જતી ટેમ્પો ટ્રાવેલ્સ એક ડમ્પર પાછળ ધડાકાભેર ટક્કર થઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો છે. ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. 

મોડી રાત્રે મેડીકલ કોલેજમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત

મોડી રાત્રે મેડીકલ કોલેજમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત થયું છે. માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો પશ્ચિમ બંગાળના વતની હતા. ત્યાંથી એક ગ્રુપ સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યું હતુ. સોમનાથ અને દ્વારકા દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા. અમદાવાદથી પશ્ચિમ બંગાળ માટે આજે તેમની ફ્લાઈટ હતી. પરંતુ એરપોર્ટ પહોંચે તે પહેલા જ તેમનો કાળ સાથે ભેટો થયો.

આ સમાચાર શેર કરો