સુરેન્દ્રનગરના મોરવાડ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત
સુરેન્દ્રનગરના મોરવાડ નજીક અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ટ્રક અને ખાનગી કા

સુરેન્દ્રનગરના મોરવાડ નજીક અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ટ્રક અને ખાનગી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ - અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલ મોરવાડ ગામ નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતના કારણે હાઇવે પર મોતના કારણે કીકીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકઆંક વધવાની શક્યતા છે.
અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહો ટ્રાવેલ્સમાંથી બહાર કાઢવાના કામગીરી હાથ ધરવામાં આવી છે. મૃતકોને પીએમ અર્થે લીમડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતકમાં બે મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે.






