VIDEO : જસદણની આલ્ફા ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
જસદણમાં આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીની અચાનક મોતનો મામલો


જસદણમાં આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીની અચાનક મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વિજયસિંહ ગુર્જર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસપી વિજયસિંહ ગુર્જરે તપાસના દોર શરૂ કર્યા છે. પોલીસે શાળા સંચાલક જયસુખ સંખારવાની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. એસપીએ જસદણની ખાનગી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંથી વધુ માહિતી મેળવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.




