VIDEO: જસદણની આલ્ફા હોસ્ટેલની ઘોર બેદરકારી,૯ વર્ષની માસૂમ આયુષીનું કરુણ મોત
રાજકોટના જસદણમાં આવેલી આલ્ફા હોસ્ટેલ અને ટ્રેનિંગ સેન્ટરની ગંભી

રાજકોટના જસદણમાં આવેલી આલ્ફા હોસ્ટેલ અને ટ્રેનિંગ સેન્ટરની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે. સૈનિક અને નવોદય સ્કૂલની પ્રવેશ પરીક્ષા માટે ટ્રેનિંગ આપતી આ હોસ્ટેલમાં ૯ વર્ષની માસૂમ દીકરી આયુષીનું મૃત્યુ નીપજ્યું છે. ભાવનગરની આ બાળકીને થોડા દિવસો પહેલા શીતળા અને તાવ આવતા હોવા છતાં સંચાલકોએ પરિવારને અંધારામાં રાખ્યા હતા. હોસ્ટેલના કડક નિયમોના નામે બાળકીને માતા-પિતા સાથે વાત પણ કરવા દેવાતી નહોતી. ગઈકાલે તબિયત લથડતા પરિવારને જાણ કરવામાં આવી હતી, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચતા પિતાએ દીકરીનો મૃતદેહ જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. નિર્દોષના મોતથી પરિવારમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે, ત્યારે હવે તંત્ર આ બેદરકાર સંચાલકો સામે કેવા પગલાં લે છે તેના પર સૌની નજર છે.




