મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જસદણ પાસે ખાનગી બસ પલટી: ૧૧ મુસાફરો ઇજાગ્રસ્ત, ડ્રાઈવર પર બેદરકારીનો આરોપ

રાજકોટ જિલ્લાના જસદણ ખાતે રેલવે સ્ટેશન નજીક વહેલી સવારે ખાનગી બ

રાજકોટ જિલ્લાના જસદણ ખાતે રેલવે સ્ટેશન નજીક વહેલી સવારે ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સુરતથી દેરડી કુંભાજી રૂટ પર દૈનિક ચાલતી બસ સવારે અંદાજે 4 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. બસમાં સવાર 22 મુસાફરોમાંથી 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોએ બસ ડ્રાઈવરની બેદરકારી અને બેફામ ઝડપને અકસ્માત માટે જવાબદાર ગણાવી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. 108ની ઝડપી કામગીરીને મુસાફરોએ બિરદાવી છે.

આ સમાચાર શેર કરો