સુરતમાં ઠંડીમાં ઠુંઠવાઈ જતાં મોત, મેટ્રો બ્રિજ નીચેથી મળ્યો આધેડનો મૃતદેહ
સુરતમાં પાલનપુર જકાતનાકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેટ્રો ની કામગીરી

સુરતમાં પાલનપુર જકાતનાકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેટ્રો ની કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના ગાર્ડન વચ્ચે એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ સંપૂર્ણ જકડાઈ ગયેલો હતો. તપાસ કરતા આ મૃતદેહ 49 વર્ષીય આધેડનો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો આ આધેડનું મોત દારૂના નશામાં આખી રાત બહાર હોવાથી ઠંડીમાં જકડાઈ જવાના કારણે થયું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
લોખંડના ગડર વચ્ચેથી મૃતદેહ મળ્યો
પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સૂર્યવંશના એપાર્ટમેન્ટમાં 49 વર્ષીય સંતોષ ભાવ થુલે પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ સવારે સંતોષ ઘરેથી દારૂના નશામાં નીકળી ગયો હતો. ત્યારબાદ પાલનપુર જકાતનાકા ખાતે આવેલી સરોજી નાયડુ શાક માર્કેટની સામે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચી ગયા હતા. એક દિવસ થઈ ગયો હોવા છતાં પણ સંતોષ ઘરે ન આવતા પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આજે સવારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના ગડર વચ્ચેથી સંતોષ નો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનો શોધક કોણ કરી રહ્યા હતા દરમિયાન અહીં તપાસ કરવા આવતા દીકરીએ પિતાને ઓળખી બતાવ્યા હતા.
ઠંડીથી મોત થયાની આશંકા
મેટ્રોની કામગીરી કરવા આવેલા લોકોએ મૃતદે જોયો હતો ત્યારબાદ 108 ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ જ્યારે ઘટના સ્થળ પહોંચી ત્યારે સંતોષ નું શરીર એકદમ ઝકડાઈ ગયેલું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પણ આ આધેડનું ઠંડીના કારણે મોત થયું હોવાની શંકા સેવવામાં આવી હતી. ત્યારબાદ મોદીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે દારૂના નશામાં હતા અને ત્યાં આખી રાત પડી રહેવાના કારણે ઠંડીથી મોત થયું હોવાની અમને પણ શંકા છે.








