મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની હોસ્પિટલ જ તપાસમાં નીકળી 'બીમાર', એક્સપાયર્ડ થયેલા ફાયરના સાઘનો મળતાં મરાયું સીલ

રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં સફાળા જાગેલા તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસથી કામગીરી કરવામાં આવી રહ

સુરતની હોસ્પિટલ જ તપાસમાં નીકળી 'બીમાર', એક્સપાયર્ડ થયેલા ફાયરના સાઘનો મળતાં મરાયું સીલ

રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં સફાળા જાગેલા તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અલગ અલગ કોમર્શિયલ બિલ્ડીંગો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે કતારગામ ઝોન ઓફિસને અડિને આવેલી હોસ્પિટલ જ બીમાર હોવાનું સામે આવ્યું હતું. જેથી આ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી.

આગ બુજાવવાના સાધનો વિતેલી તારીખના

ફાયર એનઓસી અને બીયુ પરમીશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાના કતારગામ ઝોન ઓફિસની બાજુમાં આવેલા વી પ્લાઝા ચોથા માળે આવેલી બે હોસ્પિટલમાં બીયુ પરમીશન ન હોવાથી સીલ કરવામાં આવી હતી. બન્ને હોસ્પિટલમાં વરવી વાસ્તવિકતા સામે આવી ફાયરના ઉપકરણ એવી આગ ઓલવવા માટે વપરાતી રીફિલો એક્સપાયર્ડ થયેલી શોભાના ગાંઠિયા સામાન લટકેલી જોવા મળી હતી. 

તબીબો પર ઉઠ્યા સવાલ
 
શા માટે ફાયર વિભાગ દ્વારા હજી  સુધી કોઈ ચેકીંગ કરવામાં આવ્યું નથી. શું ફાયરના અધિકારીઓ રાજકોટની ઘટનાની રાહ જોઈ રહ્યા છે. તેવા સવાલો જરૂર ઊઠી રહ્યા છે. ડોક્ટરો પણ રૂપિયા કમાવાની લ્હાયમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 

આ સમાચાર શેર કરો