મહેસાણા : વિજાપુરના સરદારપુરમાં નવજાત શિશુને શ્વાન અડધું ખાઈ ગયો
Mehsana News : પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટરે દાટી દીધેલી મૃત બાળકીને પોલીસ શો

Mehsana News : પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટરે દાટી દીધેલી મૃત બાળકીને પોલીસ શોધી રહી છે, એવામાં હવે મહેસાણાના વિજાપુર તાલુકાના સરદારપુરમાં ત્યજી દીધેલા નવજાત શિશુને શ્વાન અડધું ખાઈ ગયાની ઘટના ઘટી છે
શ્વાન નવજાતના મૃતદેહને મોઢામાં લઈને આંટા મારતો હતો
વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં ગેરેજની દુકાન પાસેથી એક શ્વાન તેના મોઢામાં નવજાત શિશુના મૃતદેહને લઈને આંટા મારતો દેખાયો હતો. આસપાસના લોકોને જાણ થતા શ્વાનના મોઢામાંથી શિશુના મૃતદેહને છોડાવ્યો હતો.
આ શિશુનો મૃતદેહ એટલી હદે વિકૃત થઇ ગયો હતો કે જોનાર કોઈપણને આંચકો લાગે. શ્વાન આ શિશુના મૃતદેહને અડધો ખાઈ ગયો હતો.
આ બાળકને કોઈ નિષ્ઠુર માતાએ ત્યજી દીધું છે કે આ શ્વાન કોઈ મૃત નવજાત શિશુને દાટી દીધું હતું ત્યાંથી ખોદીને લાવ્યો છે એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.






