મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓઝત -2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, શંકાના આધારે વનવિભાગે ખેડૂતની કરી ધરપકડ

રાજ્યના જૂનાગઢના ઓઝત -2 ડેમ માંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સિંહના મૃતદેહના

ઓઝત -2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, શંકાના આધારે વનવિભાગે ખેડૂતની કરી ધરપકડ

રાજ્યના જૂનાગઢના ઓઝત -2 ડેમ માંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સિંહના મૃતદેહના પીએમ માટે સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવ્યો છે. સિંહને શોર્ટ આપીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સિંહને શોર્ટ આપીને હત્યા કરી હોવાની આશંકા

સિંહનો મૃતદેહ મળી આવ્યા પછી જૂનાગઢ નોર્મલ ડીવીઝન અને ગીર પશ્ચિમ વનવિભાગનું આરોપીને દબોચવા માટે સંયુક્ત કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મોહનીશ રવૈયા નામના ખેડૂતની શંકાના આધારે ધરપકડ કરી

સિંહનાં શંકાસ્પદ મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. જોકે એ પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અન્ય સ્થળે શોર્ટ આપી સિંહની હત્યા કરવામાં આવી છે. હાલ આ મામલે નાની મોણપરીના મોહનીશ રવૈયા નામના ખેડૂતની શંકાના આધારે ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો