JUNAGADH : માળીયાના ખોરાસા નજીક એક સિંહણ અને 2 સિંહબાળના મૃતદેહ મળ્યાં
Junagadh News : જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખોરાસા નજીક એક સિંહણ અને 2 સિંહબાળના મૃતદ

Junagadh News : જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખોરાસા નજીક એક સિંહણ અને 2 સિંહબાળના મૃતદેહ મળતા વિનવિભાગના અધિકારીઓ દોડતા થયા હતા.
ઘટનાની માહિતી મળતા જ વનવિભાગની ટીમ અને વેટરનરી ડોકટરની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સિંહણ અને 2 સિંહબાળના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે.
આ સિંહણ અને 2 સિંહબાળના મોતનું કારણ શોધવા વનવિભાગ કામે લાગ્યું છે. આ ત્રણેયના મોત વીજ કરંટ લાગવાથી થયા છે કે અન્ય કોઈ કારણથી એ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યાં બાદ જ જાણ થશે.
હાલ વનવિભાગે સિંહણ અને 2 સિંહબાળના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






