મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar/ દીકરીના પિતાએ હવે માત્ર 21 હજારનો જ કરિયાવર આપવો, ઠાકોર સમાજની પાટડી બંધારણ સભામાં લેવાયો નિર્ણય

પાટડી ખાતે ઠાકોર સમાજ દ્વારા આયોજિત બંધારણ સભામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો

પાટડી ખાતે ઠાકોર સમાજ દ્વારા આયોજિત બંધારણ સભામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રૌદ્ર અવતાર જોવા મળ્યો હતો. તેમણે દસાડા પી.આઈ. વાય.યુ. ઉપાધ્યાય વિરુદ્ધ મોરચો ખોલતા કહ્યું કે, "ગૃહવિભાગે પી.આઈ.ની બદલી કરવી જ પડશે, કેમ ન થાય બદલી?".

દારૂબંધી મુદ્દે પોલીસ સામે ગંભીર આક્ષેપો

અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે દસાડાના વાલેવડા ગામે દારૂબંધી મુદ્દે બાતમી આપનાર ગ્રામજનો સામે જ પી.આઈ. દ્વારા દાદાગીરી અને કાર્યવાહી કરવામાં આવી છે. દારૂના દૂષણને ડામવાને બદલે જનતાને હેરાન કરવા બદલ તેમણે પોલીસ વિભાગને ચેલેન્જ આપી પી.આઈ. ઉપાધ્યાયની તાત્કાલિક બદલી કરવાની હુંકાર કરી છે.

ઠાકોર સમાજનું નવું સામાજિક 'બંધારણ'

આ સભામાં સામાજિક કુરિવાજો અને ખોટા ખર્ચાઓ રોકવા માટે ઠાકોર સમાજે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જાનમાં માત્ર 100 લોકો જ જશે અને કરિયાવરમાં દીકરીના પિતાએ વધુમાં વધુ 21 હજાર રૂપિયા જ આપવા. સગાઈમાં 25 લોકોની મર્યાદા, ઓઢામણા, બોલામણા અને સગાઈમાં મોબાઈલ આપવા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાજિક પ્રસંગોએ ડીજે (DJ) વગાડવા અને જન્મદિવસની ભપકાદાર ઉજવણીઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર સહિત સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સમાજને શિક્ષિત બનાવવા અને ખોટા રિવાજો ત્યજવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો