ડાંગમાં ભૌગોલિક સર્વે વગર ઈ-રીક્ષા ખરીદાઈ, સરકારી ગ્રાન્ટની ગેરરીતિના આક્ષેપ
ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ કચેરીએ ભૌગોલિક પરિસ્થિતિના વિપરીત ગ્રામ પંચાયતોના ગામડ

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ કચેરીએ ભૌગોલિક પરિસ્થિતિના વિપરીત ગ્રામ પંચાયતોના ગામડાઓમાં સૂકો ભીનો કચરો માટે ઇ રીક્ષાની ખરીદી કરી છે. જેથી ભારે વિવાદ ઉભો થયો છે. ઇ રીક્ષા ખરીદવા અધિકારીઓ અને નેતાઓના હિત સંતોષવા જ સરકારી ગ્રાન્ટમાં વ્યાપક ગેરરીતિ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા સહિત સ્થાનિકો લગાવી રહ્યાં છે.
ગંભીર આક્ષેપ
100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લામાં આહવા, વઘઇ,સુબીર ,સાપુતારા, સિવાયના ગામડાઓ ડુંગરાળ વિસ્તારોમાં છૂટાછવાયા ઘરો આવેલા છે. જ્યાં બે કે ત્રણ ફળિયામાં વહેંચાયેલા ગામ છે. જ્યાં લોકો કાચા ઝૂંપડા કે ઘરોમાં લોકો વસવાટ કરતાં હોય છે. તેવા સંજોગોમાં જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો સર્વે કર્યા વગર માત્ર સરકારી ગ્રાન્ટનો દુરોપયોગ કરવા ગ્રામ વિકાસ એજન્સીએ ઇ રીક્ષા ખરીદી હોવાનો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટી નેતા સુનિલભાઈ ગામિતે તંત્ર અને સરકાર પર લગાવ્યો છે.
રોડ વગર જ દરખાસ્ત
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ સ્વચ્છ ભારત મિશન ફેઝ -2 અંતર્ગત તાલુકા પંચાયત પાસેથી ગ્રામ પંચાયતોની દરખાસ્ત મેળવી હતી. આહવા તાલુકાના 39 ગ્રામ પંચાયતો માટે 39 ઇ રીક્ષાની GEM પોર્ટલ મારફતે 2.લાખ 98 હજારની માતબર કિંમતે ખરીદાઈ છે .ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં ફળીયાઓને જોડતા માર્ગોના પણ નામોનિશાન જોવા મળતા નથી. તેવી પરિસ્થિતિ વચ્ચે પણ કાચા ઘરોમાંથી ગ્રામ પંચાયત દ્વારા સૂકો ભીનો કચરો કેવી રીતે ભેગો કરશે તે એક સવાલ છે.
ઉભા થયા સવાલ
ડાંગ જિલ્લામાં આવેલ ગ્રામ પંચાયતો પાસે કોઈ સ્વભંડોળ ન હોય સરકારી ગ્રાન્ટ અનુદાન પર નિભાવ કરવો પડે છે. ત્યારે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફળવવામાં આવેલી ઇ રીક્ષાનું મેઇન્ટેન અને ચાલકનું મહેનતાણું ક્યાંથી ચૂકવશે. એક તરફ અગાઉ ફાળવેલા પાણીના ટેન્કર અને ગ્રામ પંચાયતના મકાનની યોગ્ય સાર સંભાળ રખાતી ન હોય ત્યારે હવે લાખ્ખોના આંધણમાં ખરીદાયેલી ઇ રીક્ષા કાગનો વાઘ સાબિત થાય તો નવાઈ નહીં.








