Damanના શહેરી વિસ્તારમાં દીપડાની લટાર, એક જ રાતમાં ત્રણ સ્થળે દેખાયો, CCTV ફૂટેજ સામે આવ્યાં
સોર્સ : GSTV
સંઘપ્રદેશ દમણના ગીચ શહેરી વિસ્તારમાં દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. એક જ રાતમાં દીપડો ત્રણ અલગ-અલગ સ્થળે જોવા મળ્યો હતો. જેના પગલે વન વિભાગ અને સ્થાનિક તંત્ર હરક્તમાં આવ્યું છે. રાત્રે 8:30થી 9:00 વાગ્યાના અરસામાં જ્યિપિટર ડિસલરી તરફના મુખ્ય રસ્તા પર કારની આગળથી દીપડો પસાર થયો હતો. ત્યારબાદ રાત્રે દોઢ વાગ્યાના અરસામાં સાંગીયા શેરીમાં યુવાન બાઈક પરથી પસાર થતો તે સમયે પાસેની ગલીમાં દીપડો જોવા મળ્યો હતો, જોકે બાઈકના અવાજથી તે ભાગી ગયો હતો. પરંતુ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઉપરાંત વહેલી સવારે 06 વાગ્યે દમણના ધોબી તળાવ વિસ્તારમાં પણ દીપડો દેખાતા વનવિભાગ સક્રિય બન્યુ છે અને વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું છે.

