Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દમણ અને દીવ : Father sentenced to life imprisonment for killing stepdaughter

Daman-Diu news: સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા, દંપતિના ઝઘડામાં દીકરીનો લેવાયો હતો ભોગ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Daman-Diu news: સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા, દંપતિના ઝઘડામાં દીકરીનો લેવાયો હતો ભોગ
સોર્સ : gstv

 સેલવાસમાં આવેલી એક ચાલીની રૂમમાં વર્ષ 2023માં સાવકા પિતાએ 19 વર્ષીય પુત્રી પર ચપ્પુ વડે ઉપરાછાપરી 15 ઘા ઝિંકી હત્યા કર્યાના કેસમાં કોર્ટે આરોપી સાવકા પિતાને આજીવન કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. માતાની બચાવવા પુત્રીએ ભારે પ્રતિકાર કર્યો પણ આખરે મોત મળ્યું હતું.

App Store

 કેસની વિગત એવી છે કે સેલવાસના પદ્માવતી સોસાયટી નજીક આવેલી કમલેશભાઈની ચાલમાં શીલા સંજયસિંગ રાજપુતના ઘરે ગત તા.11-02-23ના રોજ રખોલી ગામે રહેતો સિક્યુરીટી ગાર્ડ મિથુન મોર્નિન્દ્ર મંડલ ઘરે ધસી ગયો હતો. મિથુન બંગાળીએ ભારે ગાળાગાળી કરી ચપ્પુ કાઢી શીલાને મારવા જતાં જ પુત્રી અંક્તિાએ માતા શીલાને બચાવવા માતા શીલાને રૂમમાં બંધ કરી મિથુન મંડલ સામે પ્રતિકાર કર્યો હતો. જો કે મિથુને અંક્તિાના શરીર પર ઉપરાછાપરી 15 ઘા ઝીંકી કાસળ કાઢી નાંખ્યું હતું. બાદમાં મિથુન ભાગી ગયો હતો.

સેલવાસ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળ નજીકમાં લગાવેલા સીસી ટીવી કેમેરામાં આરોપીની હીલચાલ કેદ થઈ હતી. પોલીસે મિથુન મંડલ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આરોપી અને શીલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ લગ્ન પણ કર્યા હતા. જો કે બંને વચ્ચે થયેલા ઝઘડામાં અંક્તિનો ભોગ લેવાયો હતો. સેલવાસના તત્કાલિન અધિકારી અનિલ ટીકેએ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ પણ રજુ કરી હતી. સેલવાસ ડિસ્ટ્રીકટ એન્ડસેશન્સ કોર્ટમાં હાથ ધરેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગોરધન પુરોહિતે અનેક લોકોની જુબાની સહિતના પુરાવા સાથે દલીલો કર્યા બાદ જજ વિભા પી.ઈગલે એ આરોપીને આજીવન કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે.