Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : scam! Photos of old Hawada edited and a new bore, BJP member suspended

Dahod/ ગજબનું કૌભાંડ! જૂના હવાડાના ફોટા એડિટ કરી નવા બોરનું બિલ મૂક્યું, ભાજપના મહિલા સભ્ય સુરતાબેન હઠીલા સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Dahod/ ગજબનું કૌભાંડ! જૂના હવાડાના ફોટા એડિટ કરી નવા બોરનું બિલ મૂક્યું, ભાજપના મહિલા સભ્ય સુરતાબેન હઠીલા સસ્પેન્ડ
સોર્સ : gstv

સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરવા માટે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવા કેવા નુસખા અપનાવે છે તેનો જીવતો જાગતો પુરાવો ધાનપુર તાલુકામાં સામે આવ્યો છે. મંડોર ગામે જૂના હવાડાના ફોટા એડિટ કરી નવું કામ બતાવી રૂ. 1 લાખની ઉચાપત કરવાનો પ્રયાસ કરનાર ધાનપુર તાલુકા પંચાયતના ભાજપના મહિલા સભ્ય સુરતાબેન હઠીલાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

App Store

શું હતું આ 'એડિટિંગ' કૌભાંડ?

ધાનપુર તાલુકા પંચાયતની ગાંગરડી બેઠકના સભ્ય સુરતાબેન હઠીલા દ્વારા મંડોર ગામે રૂ. 1 લાખના ખર્ચે બોર અને હવાડાનું કામ મંજૂર કરાવાયું હતું. નવાઈની વાત એ છે કે, હજુ તો વર્ક ઓર્ડર ઇસ્યુ થાય તે પહેલા જ કામ પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવી દેવાયું હતું. આ માટે જૂના હવાડાના ફોટામાં એડિટિંગ કરી ત્યાં નવી બોર મોટર લગાવી હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવ્યો હતો અને આ ખોટા ફોટા સરકારી ફાઈલ પર ચડાવી દેવાયા હતા.

સ્થળ તપાસમાં ભાંડો ફૂટ્યો:

ડીડીઓ સ્મિત લોઢાને શંકા જતાં જ્યારે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી, ત્યારે ત્યાં નવું કોઈ જ બાંધકામ કે બોરવેલ જોવા મળ્યું નહોતું. આમ, ટેકનોલોજીના સહારે સરકારી નાણાં પડાવવાનું આખું કૌભાંડ ખુલ્લું પડ્યું હતું.

કડક કાર્યવાહી: પદ રદ કરાયું

આ નાણાકીય ઉચાપત અને હોદ્દાના દુરુપયોગ બદલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) સ્મિત લોઢાએ પંચાયત અધિનિયમની કલમ 71(1) હેઠળ કડક કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચાર આચરવાના ઇરાદે ખોટા પુરાવા ઊભા કરવા બદલ સુરતાબેન હઠીલાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે.

 

ટોપિક્સ:dahoddhanpurscamfraud