Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : police seize 455 marijuana plants worth lakhs of rupees with the help of drones

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી લાખો રુપિયાના ગાંજાના 455 છોડ ઝડપી પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી લાખો રુપિયાના ગાંજાના 455 છોડ ઝડપી પાડ્યા

દાહોદ પોલીસે પોતાની સ્માર્ટનેસનો વધુ એક પુરાવો રજુ કર્યો છે. તાજેતરમાં જ દાહોદમાં એક મંદિરમાં થયેલી ચોરી મામલે તસ્કરોને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ફરી એક વખત દાહોદમાં લાખો રુપિયાના ગાંજાના વાવેતરને પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ઝડપી પાડ્યું છે.

App Store

આ પણ વાંચો : મહીસાગરમાં જાતિના દાખલા માટે ધક્કા ખાતા પિતાનો આપઘાત, સુસાઈડ નોટમાં મામલતદારનું નામ

દાહોદ જિલ્લાના સાગટાળાના નાડાતોડ ગામેથી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી લાખો રૂપિયાનું નશાનું વાવેતર ઝડપી પાડ્યું છે. નાડાતોડના પટેલ ફળિયામાંથી 79 લાખ 4000 રૂપિયાના ગાંજાના 455 છોડ ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે ગાંજાનું વાવેતર કરનાર ખેતર માલીક પ્રેમભાઇ મોતીભાઈ પટેલ નાડાતોડ તેમજ શૈલેષભાઈ રમેશભાઈ પટેલને ઝડપી પાડી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.