VIDEO BREAKING: દાહોદ જિલ્લાનું વાતાવરણ પલટાયું, ફતેપુરા પંથકમાં મેઘમહેર થતાં લોકોને ગરમીમાંથી મળી રાહત
સોર્સ : gstv
હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેમાં ફતેપુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. ફતેપુરા નગર ઉપરાંત નાની ચારોલી, ઘુઘસ, ભીચોર અને વાંદરીયા જેવા ગ્રામ્ય પંથકોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ વરસાદને કારણે સ્થાનિકોને ભારે ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.

