લીમખેડાની તીર્થ સ્કૂલની મનમાની: ફી બાકી હોવાના બહાને વિદ્યાર્થિનીનું એલસી અટકાવ્યું
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના લીમખેડા સ્થિત તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે. ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં શાળામાં ત્રીજો ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થિની કૃપાલી ભરવાડનું એલ.સી ફી બાકી હોવાના બહાને સ્કૂલે અટકાવી દીધું છે. ભાજપના નેતાની માલિકીની આ સ્કૂલ દ્વારા ગઈકાલે એલસી માટે અરજી આપતા જ એવું જણાવાયું કે ધોરણ 4થી સ્કૂલ ફી બાકી છે, જે ભર્યા પછી જ એલસી મળશે.આ આકસ્મિક ફી ઉઘરાણી અને દબાણથી નારાજ વાલીઓએ સ્કૂલ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થિનીનું ભવિષ્ય જોખમાતા વાલીએ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

