મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકા દ્વારા ક

કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં  સોનલ સિનેમા રોડ ઉપર નેહા ફ્લેટની રહેણાંક સ્કીમનું બાંધકામ તોડી પાડવાની કામગીરી થઈ હતી.

3 હીટાચી મશીન,7 ગેસ કટર,45 મજૂર દ્વારા 27 યુનિટના બાંધકામ દૂર કરાયા

વર્ષ 2020માં બાંધકામ તોડી પડાતા ફરી 2024ના વર્ષમાં બાંધકામ કરી દેવાયુ હતું .વેજલપુર પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમે દ્વારા ગેરકાયેદસર બિલ્ડિગ તોડવામાં આવી હતી. 3 હીટાચી મશીન,7 ગેસ કટર,45 મજૂર દ્વારા 27 યુનિટના બાંધકામ દૂર કરાયા છે.

એએમસી દ્વારા આ મંજૂરી વગરનું બાંધકામ અટકાવીને તોડી પાડ્યું

અમદાવાદના સરખેજમાં આવેલા સોનલ સિનેમા રોડ ઉપર નેહા ફ્લેટ નામની રહેણાંક સ્કીમનું મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મંજૂરી વગરના બાંધકામને અટકાવવા કરવામાં આવી હતી. એએમસી દ્વારા આ મંજૂરી વગરનું બાંધકામ અટકાવીને 27 યુનિટનું બાંધકામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરી કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો