મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કરંટ બેંક એકાઉન્ટ ભાડે આપવાનો પર્દાફાશ, સાયબર માફિયાઓ પાસેથી લેતા હતા કમિશન

સુરતના વરાછા વિસ્તારમાં સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શોર્ટ કર્ટથી રૂપિયા કમાવાના

સુરતમાં કરંટ બેંક એકાઉન્ટ ભાડે આપવાનો પર્દાફાશ, સાયબર માફિયાઓ પાસેથી લેતા હતા કમિશન

સુરતના વરાછા વિસ્તારમાં સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શોર્ટ કર્ટથી રૂપિયા કમાવાના ઈરાદે યુવકો આ તરફ વળ્યા હોય તેમ બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી વધુ એક ટોળકીનો પર્દાફાશ થયો છે.મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાંથી રેડ કરી 6 આરોપીને પકડી પાડયા હતા.

આ પણ વાંચોઃ 100 કરોડથી વધુની ઠગાઈમાં નવું કૌભાંડ આવ્યું સામે, આરોપીઓને નકલી ઓળખકાર્ડ સુરતમાં આ રીતે બનાવી દેવાતા

બોગસ પેઢીઓ ઉભી કરી

સૂત્રધાર નરેશ ધડુક અને રંજની ખુંટ છે. જયારે એક વોન્ટેડ આરોપી નીલેશ નાયકા બેંગ્લોરમાં રહે છે અને તમામ આરોપીઓ કરન્ટ ખાતા નીલેશને મોકલતા હતા. નિલેશ તે ખાતાઓ દુબઈ મોકલી આપતો હતો. આરોપીઓ પાસેથી મળેલા કરન્ટ ખાતામાં કરોડોના ટ્રાન્જેકશનો થયા છે. હાલમાં સાયબર ક્રાઇમે જાતે ફરિયાદ દાખલ કરી છે. જેના આધારે પોલીસે 6 આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. જયારે નીલેશ વોન્ટેડ છે. પકડાયેલા આરોપી પૈકી 5 આરોપીએ બોગસ ડોક્યુમેન્ટોથી બોગસ પેઢી ઊભી કરન્ટ ખાતાઓ ખોલાવ્યા હતા.

બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા

સૂત્રધાર નરેશ ધડુક આરોપી રજની ખુંટ સાથે મળી લોકોને લાલચ આપી કમિશન પર કરન્ટ બેંક ખાતાઓ લઈ નીલેશ નાયકને મોકલી આપે છે. જ્યારે આરોપી અનિલ, કમલેશ, કિશોર અને પ્રફુલ, પોતાના નામે બોગસ ફર્મ ખોલી તેમાં બોગસ ડોક્યુમેન્ટો બનાવી બેંકમાં કરન્ટ ખાતુ ખોલાવી 15 હજારની લાલચમાં નરેશને ભાડેથી આપી દીધું હતું.

પકડાયેલા આરોપીઓ

નરેશ ગોકળ ધડુક
અનિલ નાગેશ્વર ગિરી
કમલેશ વિઠ્ઠલ જોષી
કિશોર છગન સભાયા
પ્રફુલ રાઘવ પટેલ
રજની કરશન ખુંટ

આ સમાચાર શેર કરો