VIDEO : ભાયલી સ્ટેશન નજીક મુખ્ય માર્ગ પર આવી ગયેલા 11 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું
Vadodara News : વડોદરામાં અવારનવાર મગર રહેણાંક વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર આવી ચ

Vadodara News : વડોદરામાં અવારનવાર મગર રહેણાંક વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર આવી ચઢે છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ રહે છે. આ દરમિયાન શનિવારે (19મી ઓક્ટોબર) ભારે વરસાદ વચ્ચે ભાયલી સ્ટેશન નજીક 11 ફૂટનો આશરે 500 કિલો વજનનો મહાકાય મગર મુખ્ય માર્ગ પર આવી ચઢ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમના 12 સભ્યો ભારે જેહમત બાદ 11 ફૂટ લાંબા મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. જુઓ આ વીડિયો :




