મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી 2024/ ગુજરાતમાં 10 ટકાથી વધુ ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર; 266માંથી 32 ઉમેદવારો સામે જુદી જુદી કોર્ટમાં કેસ પડતર

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારોનું ચિત્ર ફાઇનલ થઇ ગયુ છે ત્યારે ગુજરાતની 26 બેઠકોના કુલ 2

લોકસભા ચૂંટણી 2024/ ગુજરાતમાં 10 ટકાથી વધુ ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર; 266માંથી 32 ઉમેદવારો સામે જુદી જુદી કોર્ટમાં કેસ પડતર

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારોનું ચિત્ર ફાઇનલ થઇ ગયુ છે ત્યારે ગુજરાતની 26 બેઠકોના કુલ 266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા છે અને જુદી જુદી કોર્ટમાં કેસ પડતર છે. આમ આ વખતની ચૂંટણીમાં ગુજરાતના કુલ ઉમેદવારોમાં 10 ટકાથી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા છે જેમાં સૌથી વધુ 15 અપક્ષ ઉમેદવારો છે અને રાજકીય પાર્ટીમાં સૌથી વધુ છ ઉમેદવાર કોંગ્રેસના છે.

ગુજરાતમાં 7 મેએ મતદાન

ગુજરાતમાં 7મીએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર ચે અને ઉમેદવારો પણ ફાઇનલ થઇ ગયા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબએપની વિગતો મુજબ ગુજરાતમાં કુલ 266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જેમાં અપક્ષ ઉમેદવારો સૌથી વધુ છે. 15 અપક્ષ ઉમેદવારો એવા છે કે જેઓની સામે પોલીસ ફરિયાદો થયેલી છે. ગુનાઇત ઇતિહાસ ધરાવતા કુલ ઉમેદવારોમાંથી ભાજપના 3 ઉમેદવારો છે અને કોંગ્રેસના છ ઉમેદવારો છે જ્યારે આપ પાર્ટીના એક ઉમેદવાર છે. અન્ય નોંધાયેલી પાર્ટીઓના 7 ઉમેદવારો છે.

આ વખતની ચૂંટણીમાં 2004 પછીના સૌથી ઓછા 266 ઉમેદવારો છે ત્યારે કુલ ઉમેદવારોમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા 10 ટકાથી વધુ ઉમેદવારો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અને એફિડેવિટની વિગતો મુજબ 32 જેટલા ઉમેદવારો સામે જુદા જુદા ગુનામાં કેસ નોંધાયા છે અને હાલ જુદી જુદી કોર્ટોમાં કેસ પડતર છે. જેમાં ભાજપ,કોંગ્રેસ અને આપના મળીને મોટા નેતાઓ પાંચથી છ જેટલા છે. જ્યારે ગુનાઇત ઇતિહાસ ધરાવતા 15 અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ 3 સુરેન્દ્રનગર બેઠકમાં, સાબરકાંઠામાં બે, ગાંધીનગરમાં બે, ભરૂચમાં બે, ભાવનગર, વડોદરા, ખેડા, જામનગર, પોરબંદર અને આણંદના એક-એક ઉમેદવાર છે.

નામ બેઠક પક્ષ
જશુભાઇ રાઠવા છોટા ઉદેપુર ભાજપ
રાજેશ ચુડાસમા જુનાગઢ ભાજપ
અમિત શાહ ગાંધીનગર ભાજપ
અનંતકુમાર પટેલ વલસાડ કોંગ્રેસ
ચંદનજી ઠાકોર પાટણ કોંગ્રેસ
ગેનીબેન ઠાકોર બનાસકાંઠા કોંગ્રેસ
હીરાભાઇ જોટવા જુનાગઢ કોંગ્રેસ
હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વ કોંગ્રેસ
સુખરામ રાઠવા છોટા ઉદેપુર કોંગ્રેસ
ચૈતર વસાવા ભરૂચ આપ

આ સમાચાર શેર કરો