મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ 3 વાર પાસા અને 18 ગુનામાં સંડોવાયેલો ગુનેગાર ઝડપાયો, પોલીસ પર કર્યો હતો પથ્થરમારો

અમદાવાદ: નરોડા વિસ્તારમાં પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી પથ્થરમારો કરનારા તત્વો સામે

Ahmedabad/ 3 વાર પાસા અને 18 ગુનામાં સંડોવાયેલો ગુનેગાર ઝડપાયો, પોલીસ પર કર્યો હતો પથ્થરમારો

અમદાવાદ: નરોડા વિસ્તારમાં પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી પથ્થરમારો કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નરોડા પોલીસે પોલીસ ટીમ પર હુમલો કરનાર મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી સહિત બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે કાલીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસના હાથે ઝડપાયેલો મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી રીઢો ગુનેગાર છે. તેની ધરપકડ બાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી અનિલ વિરુદ્ધ અત્યાર સુધીમાં 18 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે અગાઉ ત્રણ વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે.

અનિલ લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો અને જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તેણે પોલીસ પર પથ્થરમારો કરી ફરજમાં રુકાવટ કરી હતી.

સાથીદારની પણ ધરપકડ

નરોડા પોલીસે માત્ર મુખ્ય આરોપી જ નહીં, પરંતુ તેને સાથ આપનાર અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે બાપજી વાઘેલાની પણ ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ જાહેરમાં પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી ભયનો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની કડક કાર્યવાહી

નરોડા પોલીસના જણાવ્યા મુજબ, પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરીને નાસી છૂટેલા આ શખ્સોને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે. કુખ્યાત કાલીની ધરપકડથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો