મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : આચાર્ય પર હુમલા બાદ દરિયાપુરના મદ્રેસામાં ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન

Crime branch search operation in Dariyapur madrasa | દરિયાપુરના મદ્રેસામાં શનિવારે શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. મ

અમદાવાદ : આચાર્ય પર હુમલા બાદ દરિયાપુરના મદ્રેસામાં ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન

દરિયાપુરના મદ્રેસામાં શનિવારે શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. મદ્રેસામાં દરિયાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તમને જણાવી દઈએ કે, શિક્ષક પર હુમલો કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓની દરિયાપુર પોલીસે ધરપકડ કરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારનાં બાળ સંરક્ષણ વિભાગના આદેશ પ્રમાણે દરિયાપુર વિસ્તારમાં મદ્રેસાની તપાસ કરવા ગયેલા આચાર્ય પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર આચાર્યએ  દરીયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

બે આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ

આચાર્ય પર હુમલાની આ ઘટનામાં 2 આરોપીઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે. ફરહાન અને ફૈઝલ નામના બન્ને  શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. રાયોટિંગ, લૂંટ, સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગામી સમયમાં CCTV ફૂટેજ દ્વારા અન્ય વ્યક્તિઓ જે હુમલામાં સામેલ હતા તેમની શોધખોળ હાથ ધરાશે. 

ગુજરાતમાં હાલ 1128 મદ્રેસાઓ કાર્યરત

સરકાર દ્વારા અપાયેલી મદ્રેસાઓની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલી હોય તેવી કુલ 1128  મદ્રેસાઓ છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં 130 અને અમદાવાદ શહેરમાં 75 સહિત 205 જેટલી મદ્રેસાઓ આવેલી છે.

આ સમાચાર શેર કરો