છોટાઉદેપુરમાં લૂંટ અને અપહરણ જેવા કેસમાં ફરાર રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
છોટાઉદેપુર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને અપહરણ જેવા કેસમાં ફરાર એવા આરોપીને લોકલ ક્રા

છોટાઉદેપુર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને અપહરણ જેવા કેસમાં ફરાર એવા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુરના એક રીઢા ગુનેગાર પર લૂંટ, અપહરણ અને પ્રોહિબીશનના કુલ-૧૦ ગુનામાં રાજ્ય બહાર નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના બડવાનીમાંથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના પોલસને બાતમી મળી હતી કે આરોપી વાસુદેવ પોતાની હ્યુંડાઈ કંપનીની ક્રેટ્રા ગાડી લઈને તેના મિત્રો સાથે શીરડી ગયો હતો અને ત્યાંથી ધુલે, સેંધવા, બડવાણી થઈને અલીરાજપુર તફર જવાનો છે.
આ પણ વાંચો : દાહોદમાં કપાતર પુત્રએ જમવા જેવી નજીવી બાબતે માતાની હત્યા કરી
જેથી મિત્રો સાથે શીરડી જવા નિકળેલ તે દરમ્યાન બડવાની ગામે નર્મદા નદીના બ્રીજ પાસે પહોચતા સામેથી ક્રેટા ગાડી આવતા તેને હાથ વડે ઇશારો કરી સાઇડમાં ઉભી રાખાવી અને અંદર બેસેલા ઇસમોને નિચે ઉતારી પુછપરછ કરવામાં આવી જયાં ઉપરોક્ત બાતમીવાળો ઇસમ મળી આવ્યો હતો. જેથી તેની ત્યાં જ ધરપકડ કરવામાં આવી. પકડાયેલ ઈસમનું નામ પુછતા તેણે પોતાનું નામ વાસુદેવ ઉર્ફે વાશુ પિતા ભગવાનભાઈ ભૈડીયા રાઠવા બતાવ્યું હતું જેથી પોલીસની શંકા હકીકતમાં પરિણમી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.




