ગુજરાત: પાટીલ સહિત આ સાંસદોને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન
લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ 9 જૂને રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા.

લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ 9 જૂને રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ત્રીજી વખત વડાપ્રધાન બનીને તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી છે. જ્યારે ગુજરાત ક્વોટામાંથી અમિત શાહ, એસ. જયશંકર સહિત આ સાંસદોએ મંત્રીપદના શપથ લીધા હતા.
ગુજરાતમાંથી અમિત શાહ, જે. પી નડ્ડા, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, અને સી.આર.પાટીલે મંત્રીપદના શપથ લઈ લીધા છે.
એસ.જયશંકર અને જે.પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ
વિદેશમંત્રી એસ.જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. જ્યારે અમિત શાહ, મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જીત્યા છે.
પાટીલ 7.5 લાખ કરતા વધુ મતથી ચૂંટાઈ આવ્યા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પાટીલ 7,73,551 મતથી ચૂંટાઈ આવ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને 2,57,514 મત મળ્યા હતા. જ્યારે પાટીલને 10,31,065 વોટ મળ્યા હતા.








