મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બૈરા સામે મારૂં તો શું નીતિન કાકાનું ય કંઇ ઉપજતું નથી, પાટીલ આવું કેમ બોલ્યા?

લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પ્રચાર અર્થે ભાજપના પ્રદ

બૈરા સામે મારૂં તો શું નીતિન કાકાનું ય કંઇ ઉપજતું નથી, પાટીલ આવું કેમ બોલ્યા?

લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસકાંઠા-પાટણની મુલાકાતે હતા. આ દરમિયાન પાટીલે નીતિન પટેલના એક નિવેદનને લઇને ટિપ્પણી કરી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે. પાટીલે કહ્યું કે, બૈરા સામે મારૂં તો શું નીતિન કાકાનું ય કંઇ ઉપજતું નથી. મહત્ત્વપૂર્ણ છે કે, બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

સી.આર.પાટીલ શું કહ્યું?

સી.આર.પાટીલ વધુમાં કહ્યું, “હું ભાષણ કરવા નથી આવ્યો, જિલ્લા પ્રમુખ કહે એટલે જીતી ન જવાય, 182 જીતવાની વાત કરી હતી. 3.5 લાખ મત માટે 26 બેઠક હારી ગયા. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠક બનાસકાંઠામાં હાર્યા છીએ. આ વખતે મોદી સાહેબ પર વિશ્વાસ કરીને મતદાન કરીશું, આવી ભૂલ ફરી ના થાય તે માટે તમારી સામે આવ્યો છું.”

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ ચૂંટણી સુધી તમામ કામો સાઇડમાં મુકીને માત્ર ભાજપ તરફી મતદાન કરાવવા આહવાન કર્યું હતું. આ સાથે જ પાટીલ બનાસકાંઠાના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને પાંચ લાખથી વધુની લીડથી જીતાડવાની અપીલ કરી હતી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પ્રચારઅર્થે ડીસા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને ઘરમાંથી બહાર નીકળી મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ દરમિયાન પાટીલ કહ્યું, “તમારૂ ઘરમાં ઉપજે છે, તમારી પત્ની ના તો ના પાડે ને, બહેન ના પાડે ને તો કહેજો આ મોદી સાહેબ માટે છે જરાય ના નહીં પાડે. આમ તો ઘરમાં કોઇનું ઉપજતું જ નથી. તમે બધા હા હા કરો છો, મારૂ જ નથી ઉપજતુ તમારૂ ક્યા ઉપજશે. આ નિતિન કાકાનું બહાર કેટલું ચાલે છે પણ અંદર ઘરમાં ચાલતું હોય તો પૂછી જુઓ.”

નીતિન પટેલે માર્યો હતો ટોણો

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મહેસાણામાં એક રેલી દરમિયાન શીખામણ આપનારાઓને ટોણો માર્યો હતો. નિતિન પટેલે કહ્યું હતું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા હતા. નિતિન પટેલે કહ્યું હતું કે, ‘જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે.’

આ સમાચાર શેર કરો