મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફિલ્ડમાં નીકળો અને સભ્યો બનાવો, પાટીલે ભાજપના આળસુ ધારાસભ્યોને આકરા શબ્દોમાં ખખડાવી નાખ્યાં

આજે ગાંધીનગરમાં કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્

ફિલ્ડમાં નીકળો અને સભ્યો બનાવો, પાટીલે ભાજપના આળસુ ધારાસભ્યોને આકરા શબ્દોમાં ખખડાવી નાખ્યાં

આજે ગાંધીનગરમાં કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપ પ્રમુખોની બેઠક મળી હતી. આ બેઠકમાં સદસ્યતા અભિયાનમાં લક્ષ્યાંક પૂર્ણ ન થતા પાટીલ આકરા પાણીએ થયા હતા અને આળસુ ધારાસભ્યોને ખખડાવીને ફિલ્ડ પર જઈને સદસ્યો બનાવવા કહ્યું હતું. 

ફિલ્ડમાં નીકળો અને સભ્યો બનાવો - પાટીલ 

બેઠકમાં પાટીલે  કેટલાક ધારાસભ્યોને આકરા શબ્દોમાં કહ્યું કે ધારાસભ્યો સદસ્ય બનાવવા કેમ જતા નથી ધારાસભ્યોનો ફિલ્ડનો ફોટો કેમ સોશિયલ મીડિયામાં જોવા મળતો નથી? ફિલ્ડમાં નીકળો અને સભ્યો બનાવો. પાટીલે 13 ઓકટોબરે તમામ ધારાસભ્યો અને સાંસદોને સદસ્યતા અભિયાન અંતર્ગત ફિલ્ડમાં  નીકળવા આપી સૂચના આપી છે. સાથે જ નબળી વિધાનસભામાં વધારે મહેનત કરવા માટે કહ્યું છે. 

હરિયાણા જીતની ઉજવણીમાં  પાટીલે જલેબી ઉતારી 

આજે ગાંધીનગરમાં કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપ પ્રમુખોની બેઠક મળી હતી. આ દરમિયાન સી.આર પાટીલે હરિયાણામાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરી હતી અને જલેબી બનાવી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ  જલેબીની ફેક્ટ્રીનું નિવેદન આપ્યાં બાદ આ ચૂંટણીમાં જલેબી ટ્રેન્ડિંગમાં રહી હતી. સી.આર.પાટીનો જલેબી ઉતારતો વીડિયો વાયરલ થયો છે. 

આ સમાચાર શેર કરો