મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠામાં નવનિર્મિત કમલમના લોકાર્પણ પ્રસંગે સી.આર.પાટીલે ધારાસભ્યોને આપી શીખ

બનાસકાંઠા જિલ્લા પાલનપુરના ચડોતર ખાતે આજે સાંજે ભાજપના નવનિર્મિત બનાસ કમલમ કાર્યાલયનું લોકાર્પ

બનાસકાંઠામાં નવનિર્મિત કમલમના લોકાર્પણ પ્રસંગે સી.આર.પાટીલે ધારાસભ્યોને આપી શીખ

બનાસકાંઠા જિલ્લા પાલનપુરના ચડોતર ખાતે આજે સાંજે ભાજપના નવનિર્મિત બનાસ કમલમ કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર અને રજનીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી બળવંત રાજપૂત સહિત ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ચડોતર ગામમાં સી.આર. પાટીલના આગમનને વિશેષ બનાવવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો માનવ સાંકળ બનાવી તેમનું સ્વાગત 162 ઢોલ વગાડી તેમના સમારોહને યાદગાર બનાવ્યો હતો.

જો કે, સી આર પાટીલના લોકાર્પણ બાદ યોજાયેલ સંબોધન બધાથી યાદગાર રહ્યો હતો કારણ કે સી આર પાટીલ દ્વારા કરવામાં આવેલ સબોધનમાં વિવિધ મુદ્દાઓ ઉપર અને ખાસ તો ધારાસભ્યોને સિખ આપતું સંબોધન વાયરલ થઈ રહ્યું છે. જેમાં સી આર પાટીલે સબોધનની કરેલ શરૂઆતમાં પ્રથમ કહ્યું મને હાર પહેરવો પસંદ નથી કારણ કે મને હાર પસંદ નથી જીતમાં રસ છે ત્યારે પોતાના સબોધનમાં આગળ વધતા પાટીલે ધારાસભ્યોને શીખ આપી હતી. આ શીખ જિલ્લાના પ્રાણદાયી પ્રશ્ન ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટેની હતી. જેમાં વરસાદના પાણીને સાચી રીતે જળ સંચય કઈ રીતે કરી શકાય તેને લઈ ખાસ સંબોધન કર્યું અને ધારાસભ્યને જળ સંચય વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું અને એક નવો આઈડિયા પણ આપ્યો હતો.

આ તો રહી શીખની વાત ત્યારે સંબોધનમાં આગળ વધતા પાટીલે લોકસભા વખતે માવજીભાઈ પટેલે કહ્યું હતું કે, પાટીલનો પાવર ઉતારવાનો છે તેને લઈ કહ્યું આ પાવર પાટિલનો નથી પણ જીત મેળવતા તમામ કાર્યકર્તાઓનો છે અને માટે જ આ પાવર કોઈ નઈ ઉતારી શકે આમ સંબોધન વખતે પાટીલે અપક્ષ ઉભેલા માવજીભાઈ પટેલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા ત્યારે અંતે કહ્યું હવે આવનાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે અને જેની ગુંજ દિલ્હી સુધી ગુંજશે.

તેમજ નવીન ગુજરાત અધ્યક્ષ કોણ હશે તે વિશે પણ પાટીલે કહ્યું કે અધ્યક્ષ મારાથી પણ સારો હશે આમ આજનું બનાસકાંઠા જિલ્લા નવીન કમલમ લોકાર્પણ વખતનું પાટીલનું આ સંબોધન ધારાસભ્યોને શીખ આપતું, જળ સંચયના આઈડિયા વાળું, પાટીલ પાવર વાળા નિવેદન પર શાબ્દિક પ્રહાર કરતું અને આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે તેવા વિશ્વાસ સાથેનું યાદગાર સંબોધન બન્યું છે.

આ સમાચાર શેર કરો