મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: લાંચિયા મહિલા અધિકારીના બેન્ક લોકરમાંથી મળ્યા કરોડોના દાગીના, ACBએ કર્યા જપ્ત

ગુજરાતના લાંચિયા મહિલા અધિકારી પાસેથી કરોડોનું સોનું મળી આવતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠામ

બનાસકાંઠા: લાંચિયા મહિલા અધિકારીના બેન્ક લોકરમાંથી મળ્યા કરોડોના દાગીના, ACBએ કર્યા જપ્ત

ગુજરાતના લાંચિયા મહિલા અધિકારી પાસેથી કરોડોનું સોનું મળી આવતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠામાં ફરજ બજાવતા નાયબ કલેકટર અંકિતા ઓઝાની બે સપ્તાહ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. 3 લાખના લાંચના કેસમાં  નાયબ કલેકટર અંકિતા ઓઝાની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના એ હતી કે ઓછી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા માટે લાંચ માંગી હતી.

10 બિસ્કીટ, 7 લગડી અને દાગીના મળી આવ્યા 

 ACBએ આ મામલે વધુ તપાસ કરી હતી. ACBએ મહિલા અધિકારીના બેન્કના લોકરમાં તપાસ કરતા તેમાંથી સોનાના 10 બિસ્કીટ, 7 લગડી અને દાગીના મળી આવ્યા હતા. ACBએ દાગીઓ જપ્ત કર્યા હતા.

નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા

નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન- મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો હતો. બનાસકાંઠામાં ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

 છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં

ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરુ કરી છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા.

શું હતું સમગ્ર ઘટના?

ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ. 1,50,000/- લેખે બે મકાનના રૂ. 3,00,000/- લાંચની માંગણી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના કહેવાથી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક) નાઓએ કરી હતી.

આ સમાચાર શેર કરો