ભાજપના સદસ્યતા અભિયાનની બેઠકમાં મહિલા નેતાને પરફોર્મન્સ બતાવવા સીઆર પાટીલની ટકોર
2 સપ્ટેમ્બરથી શરૂ થનારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત અમદાવાદ ખાતે આય

2 સપ્ટેમ્બરથી શરૂ થનારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત 'પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યાં હતા અને વધુમાં વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવા આહવાન કર્યું હતું.
ભાજપના મહિલા મોરચાના નેતાને પરફોર્મન્સ બતાવવા પાટીલની ટકોર
અમદાવાદમાં પંડિત દિનદયાલ હોલમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા
ગુજરાત ભાજપના મહિલા મોરચાના નેતાને પરફોર્મન્સ બતાવવા ટકોર કરવામાં આવી હતી.
બેઠકમાં મહિલા મોરચાના નેતા દ્વારા મહિલાઓને અપાયેલા લાભો અને યોજનાઓને લઇને વાહવાહી કરવામાં આવી હતી. મહિલા નેતાના સંબોધન બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ટકોર કરતા કહ્યું કે, આટલું બધુ મળ્યું છે તો પરફોર્મન્સ પણ બતાવો.
રાજ્યમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી આફતમાં સરકારનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસતા ભાજપના નેતાઓનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યાં છે. આ વચ્ચે ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે ભાજપના હોદ્દેદારોને ડર છે કે આ અભિયાન દરમિયાન લોકો વચ્ચે કઇ રીતે જવું અને તેમને ભાજપમાં જોડાવા માટે મનાવવા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક છે ત્યારે ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનના નામે લોકોને ભાજપ સાથે જોડાવવા અને સરકાર તેમની સાથે છે તેવું આશ્વાસન આપવામાં લાગ્યા છે. જોકે, સદસ્યતા અભિયાન ભાજપ માટે બુમરેગ સાબિત થશે કે કેમ તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.








