સુરેન્દ્રનગર: પાટડી ITI કોલેજના પ્રિન્સિપાલને ચપ્પા મારનાર બે વિદ્યાર્થીઓને કોર્ટે ફટકારી દસ વર્ષની સજા
સુરેન્દ્રનગરના પાટડી આઇટીઆઇના પ્રિન્સિપાલ પર હુમલો કરનાર

સુરેન્દ્રનગરના પાટડી આઇટીઆઇના પ્રિન્સિપાલ પર હુમલો કરનાર બે વિદ્યાર્થીને ધ્રાંગધ્રાની કોર્ટે દસ વર્ષની સજા ફકટાકરી છે. ૨૦૧૪માં વિરમગામના બે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. કોર્ટે બંને આરોપીને સજાની સાથે દસ-દસ હજારનો દંડ ફટકાર્યો છે.
2014માં બે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને છરી મારી
ધ્રાંગધ્રા શહેર રહેતા અને પાટડી આઈ.ટી.આઈ.માં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા મહેશભાઈ ચંદુભાઈ પરમારને વર્ષ ૨૦૧૪માં આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા અમીત બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ (બંને રહે.વિરમગામ)એ છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પ્રિન્સિપાલ મહેશભાઈ પરમારે બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં દાખલ થયો હતો જે તાજેતરમાં ચાલી જતા વકીલની દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખિક પુરાવાઓને ધ્યાને લઈ એડીશ્નલ સેશન્સ જજએ બંને વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી ૧૦ વર્ષની સજા કરી હતી.






