મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

ભાવનગર શહેરના ફુલસર રોડ પર રહેતા આધેડે તેની દીકરીથી પણ નાની ઉંમરની એક નવ વર્ષની માસૂમ

ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

ભાવનગર શહેરના ફુલસર રોડ પર રહેતા આધેડે તેની દીકરીથી પણ નાની ઉંમરની એક નવ વર્ષની માસૂમ બાળા ઉપર બળાત્કાર ગુજાર્યાની ચકચારી ઘટનામાં ભાવનગર કોર્ટે સમાજમાં દાખલો બેઠે તેવી સજાનો ચુકાદો આપી દુષ્કર્મ આચરનારા આધેડને ૨૦ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત હવસખોરનો ભોગબનનાર બાળકીને છ લાખનું વળતર આપવા હુકમ કર્યો હતો.

નરાધમને પોલીસે દબોચી લીધો હતો

 ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના પ્રકાશમાં આવતા હવસખોર આધેડ સામે ચોતરફથી ફિટકાર વરસી હતી. બાળકીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (એ) (બી), પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી શખ્સને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: 9 વર્ષની બાળકીનો શું વાંક? : સાવકી માતાએ હાથ-પગ બાંધી, મોઢે ટેપ લગાડી, ટીપણામાં પુરી દીધી

નરાધમને ૨૦ વર્ષની સજા, રોકડ રૂા.૫૦ હજારનો દંડ

દરમિયાનમાં આ કેસ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ એમ.બી. રાઠોડની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટમાં દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી પોક્સો એક્ટની કલમ ૩, ૫, ૬ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવીને નરાધમને ૨૦ વર્ષની સજા, રોકડ રૂા.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ભોગબનનારને ચૂકવવો તેમજ રૂા 6 લાખનું કમ્પેન્શેસન સ્કીમમાંથી ભોગબનનારને આપવા અદાલતે હુકમ કર્યો છે.

આ સમાચાર શેર કરો