મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભૂજ: અકસ્માતમાં પગ ગુમાવનારને વ્યાજ સાથે 26 લાખ ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશ

અંજાર તાલુકાના રતનાલ ગામે ચાર વર્ષ પૂર્વે અકસ્માતની ઘટનામાં પગ ગુમાવી દેન

ભૂજ: અકસ્માતમાં પગ ગુમાવનારને વ્યાજ સાથે 26 લાખ ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશ

અંજાર તાલુકાના રતનાલ ગામે ચાર વર્ષ પૂર્વે અકસ્માતની ઘટનામાં પગ ગુમાવી દેનાર અરજદારને વળતર પેટે રકમ મળવા અંગેના કેસમાં ટ્રીબ્યુનલ કરતાં પણ વધારે વળતરની રકમ ૯,૮૯,૭૦૦ વ્યાજ તેમજ ખર્ચ સહિત કુલે રૂપિયા ૨૬.૭૬ લાખ ચુકવી આપવા વીમા કંપનીને ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

રણછોડભાઇને પગમાં ગંભીર ઇજા થતાં પગ કાપી નાખવામાં આવ્યો

રતનાલ ગામના રહેતા રણછોડ કાનજી આયર પોતાના સંબંધીઓ સાથે ગત ૧૪ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ રતનાલ ગામના ફાટક પાસે લકઝરી બસની રાહ જોતાં ઉભા હતા. ત્યારે એક ટ્રક ચાલકે રણછોડભાઇ તેમજ તેમના સગા સંબંધીઓને હડફેટમાં લીધા હતા. જેમાં રણછોડભાઇને પગમાં ગંભીર ઇજા થતાં પગ કાપી નાખવામાં આવ્યો હતો. જે અંગે એક્સીડન્ટ ક્લેઇમ અંતર્ગત ટ્રીબ્યુનલ સમક્ષ વળતરની રકમ મેળવવા માટે ટ્રકના ડ્રાઇવર, માલિક તેમજ વીમા કંપની ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની સામે વળતરની અરજી કરી હતી.

અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વળતરની વધારે રકમ મેળવવા માટે અપીલ કરી

અરજદારને થયેલી કાયમી ખોડ, અંગેના પુરાવા દલીલો ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. ટ્રીબ્યુનલે અરજદારને રહેલ કાયમી ખોડ અને દલીલો ધ્યાને લઇને વળતરના ફક્ત ૩,૦૧,૯૦૦ વ્યાજ તેમજ ખર્ચ સહિત ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇને અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વળતરની વધારે રકમ મેળવવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: બહેરામપુરાના સંસ્કૃત ફ્લેટની ગેલેરી અચાનક ધરાશાયી, એક મહિલા અને બે બાળકો ઈજાગ્રસ્ત

હાઇકોર્ટે અરજદારને કાયમી ખોડ, અરજદારની આવક તેમજ ભવિષ્યની આવકની નુકશાનીની રકમ અંગે ગંભીરતા લઇને વધારાની વળતરની રકમ ૯,૮૯,૭૦૦ અરજી કર્યાની તારીખથી વ્યાજ તેમજ ખર્ચ સહિત ચુકવી આપવા વીમા કંપની સામે હુકમ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો