મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બલ્ગેરિયન યુવતી કથિત દુષ્કર્મ કેસ: પોલીસે રજૂ કરેલી સમરી રિપોર્ટ પર કોર્ટે વધુ તપાસના આપ્યા આદેશ

કેડીલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મ કેસમાં શનિવારે અ

બલ્ગેરિયન યુવતી કથિત દુષ્કર્મ કેસ: પોલીસે રજૂ કરેલી સમરી રિપોર્ટ પર કોર્ટે વધુ તપાસના આપ્યા આદેશ

કેડીલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મ કેસમાં શનિવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પોલીસે રજૂ કરેલા સમરી રિપોર્ટને કોર્ટે પરોક્ષ રીતે ના મંજૂર કર્યો હતો. એટલું જ નહીં 60 દિવસમાં સમગ્ર કેસમાં વધુ તપાસ કરી રિપોર્ટ આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે. 31 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 

હાઈકોર્ટના આદેશ બાદ  સોલા પોલીસે ગુનો નોંધ્યો હતો

કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી. જે બાદ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ  સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પુરાવા ન મળતા પોલીસે સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો

જોકે, બાદમાં આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો